- 80G ની કલમ અનુસાર કરમુક્ત છે.
મુંગા અબોલ ધાણીઓની વહારે થવા તેમના અતરની આરઝુ સાભળવા...
તેમની આંતરડી ઠારવા નમ્ર નિવેદન
અમારી આ પાંજરાપોળ બોર્ડર નજીક હોવાથી અમે ઘેંટા-બકરા-પાડા-ગાય-બળદ-રોઝ પક્ષી અને લુલા-લંગડા-આંધળા નીરાધાર પશુ- પક્ષીઓને કતલખાને જતા બચાવીને આ પાંજરાપોળમાં સમાવી લઈયે છીએ આ અબોલ પ્રાણીઓનો પ્રવાહ નીરંતર વધી રહ્યો છે હાલમાં લગભગ ૧૦૦૦ જેટલા પશુઓને નિભાવી રહ્યા છે.
જેના ખર્ચને પહોંચી વળવા આપના જેવા ઉદારદીલના મહાનુભાવો-ટ્રસ્ટી વર્ગ-સભ્યોના સહાયની સતત જરૂર રહે છે.
દાન કરોઆપને નમ્ર નિવેદન છે કે આ સંસ્થાને આર્થીક યોગદાન આપી નીરાધાર પશુઓને નિભાવવામાં સહભાગી બનશો. પૂ.આચાર્ય ભગવંતોને-સાધુભગવંતોને-શ્રમણીવૃંદોને નમ્ર નીવેદન કે અમાર આ ભગીરથ કામમાં આપની પ્રેરણાથી અમારૂ આ જીવદયારૂપી કાર્ય વેગવંતુ બનાવશોજી.
દાન કરો